EWS અંગેની સંપૂર્ણ માહિતી

⚙ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના EWS (આર્થિક રીતે નબળા વર્ગ) પ્રમાણપત્રમાં શું તફાવત છે ?

રાજ્ય સરકાર (Gujarat EWS)

  • વાર્ષિક આવક મર્યાદા: ₹8 લાખ
  • આવક સિવાય મકાન, પ્લોટ કે જમીન અંગે કોઈ અલગ ધોરણ નક્કી નથી
  • રાજ્ય સરકારની બિન અનામત વર્ગની યોજનાઓ માટે ઉપયોગી

કેન્દ્ર સરકાર (Central EWS)

  • વાર્ષિક આવક મર્યાદા: ₹8 લાખ
  • મકાનનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાય છે
  • શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં પ્લોટ ધરાવતા હોવાનો માપદંડ ધ્યાને લેવાય છે આ બંનેના માપ દર્શાવવા જરૂરી છે
  • ખેતીની જમીન મર્યાદા: મહત્તમ 5 એકર
  • 5 એકરથી વધુ જમીન હોય તો EWS લાભ પાત્ર નથી

કુટુંબની વ્યાખ્યા (બન્ને માટે)

  • ઉમેદવાર
  • પતિ / પત્ની
  • પિતા અને માતા
  • 18 વર્ષથી નીચેના બાળકો
  • ઉપરોક્ત તમામની આવક ગણતરીમાં લેવામાં આવે છે

નિષ્કર્ષ:

રાજ્ય EWS સરળ છે, જ્યારે કેન્દ્ર EWS માટે આવક સાથે મિલકતના નિયત ધોરણો લાગુ પડે છે.

⚙ શું અરજદારનું રેશનકાર્ડ અલગ કરવાથી EWS (ઇડબલ્યુએસ) પ્રમાણપત્ર મેળવવામાં લાભ થાય?

નહીં, કોઈ લાભ થતો નથી.

કારણ શું છે?

EWS પ્રમાણપત્ર આપતી વખતે રેશનકાર્ડ આધાર નથી, પરંતુ કુટુંબની કાયદેસર વ્યાખ્યા આધારે આવક ગણતરી થાય છે.

EWS માટે કુટુંબની વ્યાખ્યા

પરિણીત અરજદાર માટે ફરજિયાત રીતે નીચેની તમામ વ્યક્તિઓની આવક ગણવામાં આવે છે

  • અરજદાર
  • પતિ / પત્ની
  • પિતા
  • માતા
  • 18 વર્ષથી નીચેના બાળકો

એટલે કે પિતાની આવકના સ્ત્રોત અને કુલ આવક પણ ફરજિયાત ગણવામાં આવે છે.

મહત્વપૂર્ણ સ્પષ્ટતા

  • રેશનકાર્ડ અલગ કરવું = કાયદેસર આવકથી છૂટછાટ નથી
  • ઓછી આવકનો દાખલો અલગ રેશનકાર્ડ પરથી લેવાયો હોય તો પણ
  • EWS માટે પરિવારની કુલ આવક જ માન્ય રહેશે

નિષ્કર્ષ:

  • રેશનકાર્ડ અલગ કરવાથી EWS પ્રમાણપત્ર મેળવવામાં કોઈ અલગ લાભ થતો નથી.
  • આવક અને કુટુંબની વ્યાખ્યા મુજબ પાત્રતા નક્કી થાય છે, રેશનકાર્ડ મુજબ નહીં.
⚙ ઇડબલ્યુએસ (EWS) પ્રમાણપત્ર અને બિન અનામત જાતિ પ્રમાણપત્ર વચ્ચે શું તફાવત છે?

(૧) બિન અનામત જાતિ પ્રમાણપત્ર (General / Unreserved Caste Certificate)

  • આ પ્રમાણપત્ર અરજદાર અને તેના પિતાની જાતિ આધારિત આપવામાં આવે છે. હેતુ માત્ર એટલો કે અરજદાર બિન અનામત (General) વર્ગમાં આવે છે કે નહીં તે નક્કી કરવો.
  • આજીવન માન્ય રહે છે.
  • આવક કે આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.

(૨) Eઇડબલ્યુએસ (EWS – Economically Weaker Section) પ્રમાણપત્ર

  • આ પ્રમાણપત્ર બિન અનામત વર્ગમાં આવતા વ્યક્તિઓ માટે જ હોય છે.
  • સંપૂર્ણપણે આવક અને મિલકતના માપદંડો આધારિત આપવામાં આવે છે.
  • માત્ર 3 વર્ષ માટે માન્ય.
  • આવક મુજબ સમયાંતરે નવીકરણ / ફરી અરજી કરવી પડે છે.

મહત્વપૂર્ણ મુદ્દો

  • EWS માટે અરજી કરતી વખતે અરજદારે પોતે બિન અનામત જાતિમાં આવે છે તે દર્શાવતું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવું પડે છે.
  • એટલે પ્રથમ બિન અનામત જાતિ પ્રમાણપત્ર, ત્યારબાદ EWS પ્રમાણપત્ર.

સારાંશ (Simple Difference)

  • બિન અનામત જાતિ પ્રમાણપત્ર → જાતિ આધારિત, આજીવન માન્ય
  • EWS પ્રમાણપત્ર → આવક આધારિત, 3 વર્ષ માન્ય
⚙ રાજ્ય સરકારના EWS પ્રમાણપત્ર માટે કાયમી રહેવાસી હોવાનો કયો પુરાવો માન્ય છે?

રાજ્ય સરકારના EWS પ્રમાણપત્ર માટે અરજદારે એ સાબિત કરવું જરૂરી છે કે તે 01/04/1978 પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરે છે.

માન્ય પુરાવા (કોઈ એક પણ પૂરતો ગણાય)

  • અરજદારનો જન્મ દાખલો/LC (01-04-1978 પૂર્વેનો)
  • પિતાનો જન્મ દાખલો/LC (01-04-1978 પૂર્વેનો)
  • દાદાનો જન્મ દાખલો/LC (01-04-1978 પૂર્વેનો)
  • મિલકતનો પુરાવો (01-04-1978 પૂર્વેનો), જેમ કે:
    1. ગામ નમુના નં. 7 (જુનો ઉતારો)
    2. જમીન / મકાનના મિલકત દસ્તાવેજ
    3. પ્રોપર્ટી કાર્ડ
    4. આકારણી પત્રક (ટેક્સ બિલ)

મહત્વપૂર્ણ નોંધ:

  • ઉપરોક્ત પુરાવા અરજદાર, પિતા અથવા દાદાના નામે હોય તો માન્ય ગણાય છે.
  • આ પુરાવા દ્વારા ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવું સાબિત થવું જરૂરી છે.
⚙ EWS (ઇડબલ્યુએસ) પ્રમાણપત્ર કેટલા સમય માટે માન્ય હોય છે?
  • EWS પ્રમાણપત્ર સામાન્ય રીતે 3 નાણાકીય વર્ષ માટે માન્ય ગણાય છે.
  • તેનો સમયગાળો પ્રમાણપત્ર ક્યારે ઇશ્યુ થયું છે તેના આધારે નક્કી થાય છે.

ઉદાહરણ:

  • જો EWS પ્રમાણપત્ર 12/12/2020 ના રોજ ઇશ્યુ થયું હોય, તો તેની માન્યતા 31/03/2023 સુધી રહેશે. અર્થાત, જે નાણાકીય વર્ષમાં EWS પ્રમાણપત્ર કાઢવામાં આવે છે તે વર્ષ સહિતના 3 નાણાકીય વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તે માન્ય રહે છે.

મહત્વપૂર્ણ નોંધ:

  • જો આ સમયગાળામાં કુટુંબની આવક અથવા મિલકતની સ્થિતિમાં ફેરફાર થાય, તો નવું EWS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.
  • સરકારી ભરતી, પ્રવેશ અથવા યોજનાઓમાં માન્ય સમયગાળો પૂરો થયો હોય તો જૂનું EWS પ્રમાણપત્ર સ્વીકાર્ય રહેતું નથી.
⚙ EWS પ્રમાણપત્ર માટે Gujarat Forms તમને કેવી રીતે મદદરૂપ થાય છે?

Gujarat Forms દ્વારા EWS પ્રમાણપત્રની સમગ્ર પ્રક્રિયા સરળ, ઝડપી અને વિશ્વસનીય બને છે.

શું મદદ મળે છે?

  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને માટે
  • EWS અરજી ફોર્મ તૈયાર કરી આપે છે
  • EWS માટે જરૂરી નિયત નમૂનાનું સોગંદનામું (Affidavit) પણ તૈયાર
  • ફોર્મ કોમ્પ્યુટરાઈઝ રીતે ભરાયેલું હોવાથી
    1. ભૂલ થવાની શક્યતા ઘટે છે.
    2. અને કામ ઝડપથી પૂર્ણ થાય છે.

ખાસ સુવિધા (બિન અનામત જાતિ પ્રમાણપત્ર માટે)

  • જો તમે રાજ્ય સરકારના EWS માટે અરજી કરો અને તેમાં બિન અનામત જાતિ પ્રમાણપત્ર માટેનો વિકલ્પ પસંદ કરો તો બિન અનામત જાતિ પ્રમાણપત્રની અરજી પણ સાથે જ તૈયાર થઈ જાય છે

મોટો ફાયદો:

  • એક જ વાર માહિતી ભરો
  • તમામ જરૂરી અરજી અને દસ્તાવેજ તૈયાર
  • પ્રક્રિયા બને સરળ | ઝડપી | ફટાફટ | ભૂલરહિત