બોજા દાખલ અને બોજા મુક્તિ અંગેની સંપૂર્ણ માહિતી

⚙ બોજા દાખલ અને બોજા મુક્તિ શું છે ?
  • બોજા દાખલ અને મુક્તિ એ જમીન સંબંધિત એક મહત્વપૂર્ણ નોધ છે, જેગામ નમૂના નંબર–૬ (હકપત્રક)માં દાખલ કરવામાં આવે છે.આ નોધના આધારે જાણી શકાય છે કે કોઈ મિલકત અથવા જમીન પર સરકારી, સહકારી કે ખાનગી ધિરાણ આપનાર સંસ્થા/બેકનું કોઈ લોન (બોજો) છે કે નહીં.
  • આ માહિતીગામ નમૂના નંબર–૭નાબીજા હકના પત્રકમાં પણ દર્શાવવામાં આવે છે. જ્યારે લોનની રકમ સંપૂર્ણ ચૂકવવામાં આવે છે, ત્યારેબોજા મુક્તિ પ્રક્રિયાદ્વારા તે નોધ કમી કરવામાં આવે છે અને જમીન “બોજા મુક્ત” ગણાય છે.
  • આ પ્રક્રિયા તાલુકા કક્ષાએ આવેલાઇ-ધરા કેન્દ્ર-મામલતદાર કચેરીધ્વારા હાથ ધરવામાં આવે છે.
⚙ બોજા દાખલ અંગેની પ્રક્રિયાની સંપૂર્ણ સમજણ
  • જ્યારે કોઈ ખેડૂત બેંક કે સહકારી મંડળી પાસેથીધીરાણ (લોન)મેળવવા ઈચ્છે છે, ત્યારે જમીન પરબોજો દાખલ (Mortgage Entry) કરવાની અને ધિરાણ આપવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે સ્ટેપ વાઇઝ પ્રક્રિયા નીચે મુજબની છે 👇

દસ્તાવેજો એકત્રિત કરવાનું પગલું

સૌ પ્રથમ બેંક અથવા મંડળી ખેડૂત પાસેથી નીચે મુજબના દસ્તાવેજો લે છે:

  • જમીનનોઉતારો (ગામ નમૂના નંબર–૭)
  • હકપત્રક (નમૂના નંબર–૬)
  • ખેડૂતનોઆધાર કાર્ડ, ઓળખ પુરાવો
  • જો સહભાગી માલિક હોય તો તેમનોસંમતિપત્ર (Consent Letter)
  • જો સહભાગી માલિક હોય તો તેમનોસંમતિપત્ર (Consent Letter)
  • પૂર્વ લોન અથવા બોજાની સ્થિતિ સંબંધિત માહિતી

ચકાસણી – ટાઇટલ ક્લિયરન્સ અને સીબિલ રિપોર્ટ

બેંકનાઅધિકૃત વકીલદ્વારા જમીનનીટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટ (TCR) તૈયાર કરવામાં આવે છે, જેમાં જમીન કાનૂની રીતે સ્પષ્ટ છે કે નહીં, કોઈ વિવાદ કે અગાઉનો બોજો નથી તે ચકાસવામાં આવે છે. સાથે સાથે, બેંક અરજદારનોસીબિલ સ્કોરચકાસે છે જેથી તે લોન માટે પાત્ર છે કે નહીં તેની ખાતરી થાય.

એકરારનામું (Loan Agreement) તૈયાર કરવું

ચકાસણી બાદ બેંક અથવા મંડળીખેડૂત અને સંસ્થા વચ્ચે લોન માટેનું એકરારનામુંતૈયાર કરે છે.આ એકરારનામામાં લોનની રકમ, વ્યાજદર, ચૂકવણીની શરતો તથા બોજાની નોધ સંબંધિત વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

બોજા દાખલ અંગેની નોધણી (Online Entry)

એકરારનામું તૈયાર થયા બાદ, બેંક ઇ-ધરા પોર્ટલમારફતે ખેડૂતની જમીનનાહકપત્રક (નમૂના નંબર–૬)પર ઓનલાઇનબોજાની નોધણી માટે અરજી કરે છે.બેંકના અધિકૃત મેનેજેર ધ્વારા બોજા દાખલ કરવા અંગેની ઓનલાઇન અરજી કરવામાં આવે છે. અને બેંક મારફતે ૭ દિવસની અંદરઆ એકરારનામું અને જરૂરી જમીનના ઉતારા તાલુકા કક્ષાનાઇ-ધરા કેન્દ્રમાં જમા કરાવવાના હોય છે.

જિલ્લા સહકારી બેંકો અને મંડળીઓની વિશેષ પ્રક્રિયા

જિલ્લા સહકારી બેંકો અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACs) દ્વારા પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવે છે,પરંતુ કેટલાક તફાવતો હોય છે:

  1. મંડળી સ્તરે અરજી સ્વીકાર
    • ખેડૂત સૌપ્રથમ પોતાનીપ્રાથમિક કૃષિ સહકારી મંડળીમાં લોન માટે અરજી કરે છે.
  2. મંડળી દ્વારા દસ્તાવેજોની તપાસ
    • મંડળી જરૂરી દસ્તાવેજો મેળવી પ્રથમ સ્તરે ચકાસણી કરે છે અને પછી તે ફાઈલજિલ્લા સહકારી બેંકને મોકલે છે.
  3. બેંક દ્વારા એકરારનામું તૈયાર કરવું
    • જિલ્લા બેંક ખેડૂત, મંડળી અને બેંક વચ્ચેત્રિપક્ષીય એકરારનામુંતૈયાર કરે છે.
  4. નોધણી પ્રક્રિયા
    • જિલ્લા બેંક દ્વારા તૈયાર કરાયેલા એકરારનામા અનેનંબર–૭ના ઉતારાસાથે ફાઈલ ઇ-ધરા કેન્દ્રમાં મોકલીનેબોજા દાખલ અંગેની નોધ ગામ નમૂના -૬ હકપત્રકે કરવામાં આવે છે. જ્યારે બેંકના કિસ્સમાં બેંક ખાતેથી જ બોજા દાખલ અંગેની નોધ કરવામાં આવે છે.
  5. ધીરાણ મંજૂરી
    • બોજા દાખલ અંગેની નોધની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બેંક અથવા મંડળી ધ્વારા ધિરાણ આપવામાં આવે છે.
⚙ બોજા દાખલ અંગેની પ્રક્રિયાની સંપૂર્ણ સમજણ
  • જ્યારે કોઈ ખેડૂત અથવા મિલકતધારક બેંક કે સહકારી મંડળી પાસેથી લોન લે છે,ત્યારે તે લોનની સુરક્ષા તરીકે જમીન પરબોજો દાખલકરવામાં આવે છે.
  • જ્યારે લોનની રકમ સંપૂર્ણ ચૂકવાઈ જાય, ત્યારે એ બોજો દૂર કરવાની પ્રક્રિયા એટલે —બોજા મુક્તિ પ્રક્રિયા (Release of Charge) તરીકે ઑળખવામાં આવે છે.
  • લોન પૂરી ચુકવાયા બાદ, બેંક અથવા સહકારી મંડળીબોજા મુક્તિ પ્રમાણપત્ર (No Dues Certificate / Release Deed)આપે છે.જે બોજા મુક્તિના દાખલ જરૂરી ઉતારા સાથે ઇ-ધરા કેંદ્ર ખાતે બોજા મુક્તિ અંગેની નોધ કરવા માટે અરજી કરવાની હોય છે.
  • બોજા મુક્તિ પ્રમાણપત્ર મળ્યા બાદ ખેડૂતનેઇ-ધરા કેન્દ્ર (તાલુકા કક્ષાએ) જઈને અરજી કરવી પડે છે.

નોંધ :

  • જો બોજા દાખલ અંગેની નોધ બેંક ધ્વારા ઓનલાઇન બેંક ખાતેથી પાડવામાં આવેલ હોય તો બોજા મુક્તિ અંગેની નોધ બેંક ખાતેથી પણ કરી શકાય છે.

બોજા મુક્તિની અરજી સાથે નીચેના દસ્તાવેજો જમા કરવા પડે છે

  • બોજા મુક્તિ અંગેની અરજીનું નિયત નમૂનાનું ફોર્મ
  • બોજા મુક્તિ પ્રમાણપત્ર (બેંકનું)
  • બોજા દાખલ અંગેની જે નોધ કમી કરવાની છે તે હકપત્રક (નમૂના નંબર–૬)
  • અરજદારનો આધાર કાર્ડ / ઓળખ પુરાવો

બોજા મુક્તિની નોધણી (Online Entry)

  • ઇ-ધરા અધિકારી આ દસ્તાવેજોની ચકાસણી કરીનેઇ-ધરા પોર્ટલ પર બોજા મુક્તિની નોધણી (Entry)કરે છે.તે બાદ, જમીનના ઉતારા (નમૂના નંબર–૭)માંથી અગાઉનો બોજો કમી કરવામાં આવે છે.
⚙ બોજા મુક્તિ અંગેનો દાખલો લેતી વખતે રાખવાના મહત્વપૂર્ણ મુદ્દા
  • જ્યારે ખેડૂત બેંક કે સહકારી મંડળી પાસેથીલોનની સંપૂર્ણ ચુકવણી કરે છે, ત્યારે તે સંસ્થાબોજા મુક્તિ પ્રમાણપત્ર / દાખલો (Release Certificate) આપે છે.ખેડૂત જ્યારે બોજા મુક્તિ અંગેનો દાખલો લેવા માટે બેંક અથવા મંડળીમાં જાય તો શું ધ્યાન રાખવી જોઇએ 👇

બેંક/મંડળીનું નામ અને શાખા વિગત સાચી છે કે નહીં

  • બોજા મુક્તિ પ્રમાણપત્ર પરબેંક અથવા મંડળીનું સાચું નામ, શાખાનું નામ અને સરનામુંસ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ.

બોજા મુક્તિની તારીખ

  • બોજા મુક્તિના દાખલામાં બોજા મુક્તિ અંગેની તારીખસ્પષ્ટ લખેલી હોવી જરૂરી છે.

સર્વે નંબર / ખાતા નંબર સંપૂર્ણ રીતે દર્શાવેલ હોવો જોઈએ

  • સૌથી મહત્વપૂર્ણ —જે જમીન પર બોજો દાખલ હતો તે સર્વે નંબર અથવા ખાતા નંબરબરાબર દર્શાવેલ હોવો જોઈએ.
  • ઘણી વખત એકથી વધુ સર્વે નંબર હોય છે, તેથી દરેક જમીન નંબર સ્પષ્ટ રીતે લખેલો હોવો જોઈએ (જેમ કે સર્વે નં. 489/1, 489/2 વગેરે).
  • જમીન જે ગામે આવેલ છે તેગામનું નામ, તાલુકો અને જિલ્લાની વિગતો સ્પષ્ટ અને યોગ્ય રીતે દાખલ કરેલ હોવી જોઈએ.

હકપત્રક અને ઉતારાની માહિતી મેળ ખાય છે કે નહીં

  • બોજા મુક્તિ દાખલામાં દર્શાવેલી માહિતી તમારી જમીનનાહકપત્રક (નમૂના–૬)અનેઉતારા (નમૂના–૭)સાથે મેળ ખાય છે કે નહીં તેની ખાતરી કરો. જે નોધ કમી કરવાની હોય તે નોધના નંબર સ્પષ્ટ દર્શાવેલ હોવા જોઇએ.

હકપત્રક અને ઉતારાની માહિતી મેળ ખાય છે કે નહીં

  • બોજા મુક્તિ દાખલામાં દર્શાવેલી માહિતી તમારી જમીનનાહકપત્રક (નમૂના–૬)અનેઉતારા (નમૂના–૭)સાથે મેળ ખાય છે કે નહીં તેની ખાતરી કરો. જે નોધ કમી કરવાની હોય તે નોધના નંબર સ્પષ્ટ દર્શાવેલ હોવા જોઇએ.

સહી અને સીલ (Signature & Seal)

  • દાખલોબેંકના સત્તાવાર અધિકારીની સહીઅનેમૂળ શાખાની રબર સીલ (stamp)સાથે જ હોવો જોઈએ.

“બોજા મુક્ત” શબ્દ સ્પષ્ટ રીતે લખાયેલો હોવો જોઈએ

  • સૌથી અંતે દાખલામાં સ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ કે — “ઉપરોક્ત લોનની સંપૂર્ણ રકમ ચુકવવામાં આવી હોવાથી, સંબંધિત જમીન ઉપરનો બોજો દૂર કરવામાં આવે છે.”
⚙ ગામ નમૂના નંબર–૭ માં બોજાની નોધ ન દેખાય ત્યારે શું કરવું
  • ઘણી વાર એવું જોવા મળે છે કેગામ નમૂના નંબર–૭ (ઉતારા)નાબીજા હકના ખાનામાં(જેમાં બોજાની નોધ દર્શાવાય છે)ત્યાંબેંકના તારણ અથવા બોજાની નોધના બદલે “૦” (શૂન્ય) નંબર અથવા ખાલી જગ્યાદર્શાવવામાં આવે છે.
  • આવું મોટાભાગેજૂના મેન્યુઅલ રેકર્ડમાંથી ઓનલાઈન ડેટા ટ્રાન્સફરથતી વખતે બને છે, જ્યાંબેંકનું નામ અથવા નોધ નંબરડિજિટલ એન્ટ્રીમાં યોગ્ય રીતે અપડેટ ન થયું હોય.આવુ એક ઉદાહરણ નીચેના ઉતારમા દર્શાવેલ છે.
no image

આવા કિસ્સામાં શું કરવું

  1. જૂનો મેન્યુઅલ ઉતારો મેળવો :
    • સંબંધિતહાલના સર્વે નંબરનો Anyror પોર્ટલ પરથી જૂનો મેન્યુઅલ નમૂના નંબર–૭ ઉતારોમેળવી લોતેમાં અગાઉનીબેંકના બોજાની નોધ નંબર અને તારીખસ્પષ્ટ રીતે દર્શાવેલ હોય છે.
      no image
  2. બેંકની નોધની ખાતરી કરો :
    • મેન્યુઅલ ઉતારામાં દર્શાવેલનોધ નંબર, બેંકનું નામ અને તારીખઇ-ધરા રેકર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તેની ખાતરી કરો.
  3. રેકર્ડ તફાવત જણાય તો સુધારો કરાવો અથવા બોજા મુક્તિનો દાખલો મેળવીનોધ દાખલ કરાય :
    • જો મેન્યુઅલ ઉતારામાં બોજો દર્શાવેલ હોય અને ઓનલાઇન ઉતારામાં ન હોય,તો આ બાબતની જાણઇ-ધરા કેન્દ્ર અથવા તાલુકા જમીન કચેરીમાં લેખિતમાં કરો,જેથીઓનલાઈન રેકર્ડમાં સુધારો (Rectification Entry)થઈ શકે.
    • જો તમે કચેરીમાં જવાના બદલેક્ષતિસુધારણા બાબતે ઓનલાઇન અરજીકરવા ઇચ્છો છો,તોIORA (Integrated Online Revenue Application)પોર્ટલ પર સીધી અરજી કરી શકો છો.👉પોર્ટલ: https://iora.gujarat.gov.in
    • અથવા
    • જુના રેકર્ડને આધારે જે બેંકનો બોજો ચાલુ હોય તે બેંકમાંથી બોજા મુક્તિ અંગેનો દાખલો મેળવી જરૂરી રેકર્ડ ઇ ધરા કેન્દ્રમાં જમા કરાવી તે અંગેની નોધ કરાવી શકાય છે. આ માટે જુના મેન્યુઅલ રેકર્ડેને અને હાલના રેકર્ડને સાથે રાખી યોગ્ય પ્રક્રિયા કરવી જરૂરી છે.